Get App

Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં સુસ્તી, GIFT NIFTY ફ્લેટ

ગઈકાલે અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, ગ્લોબલ માર્કેટમાં વેચવાલી યથાવત્ રહી, US બોન્ડ અને ડૉલરમાં તેજીના કારણે અમેરિકી બજારમાં દબાણ બન્યું, જોકે તેમ છતા છેલ્લા કલાકોમાં આવેલી ખરીદદારીના કારણે S&P 500 200 DMAને જાળવી રાખવામાં સફળ રહ્યો

MoneyControl Newsઅપડેટેડ Sep 28, 2023 પર 8:23 AM
Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં સુસ્તી, GIFT NIFTY ફ્લેટGlobal Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો, એશિયામાં સુસ્તી, GIFT NIFTY ફ્લેટ
Global Market: ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો દેખાય છે. એશિયામાં સુસ્તી જોવાને મળી રહી છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે.

ગ્લોબલ બજારોથી મિશ્ર સંકેતો દેખાય છે. એશિયામાં સુસ્તી જોવાને મળી રહી છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર દેખાય રહ્યો છે. ત્યાંજ છેલ્લા કલાકોમાં ખરીદદારીના કારણે અમેરિકામાં S&P અને નાસ્ડેક તેજી સાથે બંધ થવામાં સફળ રહ્યા.

ગઈકાલે અમેરિકી બજારોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, ગ્લોબલ માર્કેટમાં વેચવાલી યથાવત્ રહી, US બોન્ડ અને ડૉલરમાં તેજીના કારણે અમેરિકી બજારમાં દબાણ બન્યું, જોકે તેમ છતા છેલ્લા કલાકોમાં આવેલી ખરીદદારીના કારણે S&P 500 200 DMAને જાળવી રાખવામાં સફળ રહ્યો, પણ ડાઓમાં નાની રેન્જમાં કારોબાર નોંધાયો, આ સાથે જ યૂરોપીયન માર્કેટ 6 મહિનાના નીચલા સ્તરની નજીક બંધ થતા દેખાયા.

એશિયાઈ બજાર

આ દરમિયાન આજે એશિયાઈ બજારમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. GIFT NIFTY 10.50 અંકના વધારાની સાથે કારોબાર કરી રહ્યા છે. જ્યારે, નિક્કેઈ 1.76 ટકાના ઘટાડાની સાથે 31,813.01 ની આસપાસ દેખાય રહ્યા છે. જ્યારે, સ્ટ્રેટ્સ ટાઈમ્સમાં ફ્લેટ કારોબાર કરી રહ્યા છે. તાઈવાનના બજાર 0.24 ટકા વધીને 16,350.06 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. જ્યારે હેંગસેંગ 1.03 ટકાના ઘટાડાની સાથે 17,430.79 ના સ્તર પર જોવામાં આવી રહ્યા છે. જ્યારે, કોસ્પીમાં 0.09 ટકાની તેજી સાથે 2,465.07 ના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. જ્યારે, શંઘાઈ કમ્પોઝિટ 2.62 અંક એટલે કે 0.08 ટકા મામૂલી ઉછાળાની સાથે 3,109.94 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો