Share Market Fall: સળંગ બે દિવસ સુધી શેરબજારમાં જોવા મળેલી તેજી આજે શુક્રવારે અટકી ગઈ છે. શરૂઆતના સત્રમાં IT શેરોમાં ધૂમ ખરીદી અને FIIs (વિદેશી રોકાણકારો) ના સપોર્ટથી બજારમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ, જેમ-જેમ બજાર બંધ થવાનો સમય નજીક આવ્યો, તેમ-તેમ પ્રોફિટ બુકિંગ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને રૂપિયાની નબળાઈને કારણે વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું અને બજાર લાલ નિશાનમાં બંધ થયું.

