Global Market: ભારતીય બજારો માટે આજે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી. લોન્ગ શોર્ટ રેશિયો ફરી 8% પર આવ્યો. GIFT NIFTY પર પણ દબાણ જોવાને મળી રહ્યુ છે. એશિયામાં નરમાશ સાથે કારોબાર થઈ રહ્યો છે. ગઈકાલે અમેરિકાના બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો, ડાઓ જોન્સ 250 પોઇન્ટ્સ ઘટ્યો. નાસ્ડેક પણ 175 પોઇન્ટ્સ નીચે બંધ થયો.