Get App

Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ

ટ્રમ્પ ટ્રુથ સોશલ પર ફરી બોલ્યા. ઈરાન સાથે સમજૂતીની જરૂર નથી. સમજૂતીનો સમય હવે પાછળ છૂટી ગયો. વેન્સને સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ. ઈરાનના પૈસા, તેમનું સ્ટ્રેટ અમારી પાસે છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2026 પર 9:00 AM
Global Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણGlobal Market: બજાર માટે નબળા સંકેતો, ગિફ્ટ નિફ્ટીમાં દબાણ
Global Market: બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલ, US બૉન્ડ યીલ્ડ અને સ્થાનિક મંઘવારીથી ચિંતા વધી.

Global Market: બજાર માટે નબળા સંકેતો જોવાને મળી રહ્યા છે. ક્રૂડ ઓઈલ, US બૉન્ડ યીલ્ડ અને સ્થાનિક મંઘવારીથી ચિંતા વધી. ગિફ્ટ નિફ્ટીમાં દબાણ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. જોકે FIIsની ખરીદદારી યથાવત્ રહી. ગઈકાલે પણ આશરે 8000 કરોડની ખરીદદારી જોવા મળી. 10 દિવસમાં FIIsની 77000 કરોડથી વધુની થઈ ખરીદદારી.

USમાં દર વધવાના ડરથી બૉન્ડ યીલ્ડમાં ઉછાળાએ USના બજારોના સેન્ટિમેન્ટ બગડ્યા. ઘટાડા સાથે ગઈકાલે બંધ થયા. 10 વર્ષની US બૉન્ડ યીલ્ડ 5 ટકાની ઉપર જતી રહી. ત્યાંજ એશિયામાં મજબૂતી સાથેનો કારોબાર જોવાને મળ્યો. કોસ્પી અને નિક્કેઈ 2 ટકા સુધી ઉપર કારોબાર કરી રહી છે.

અમેરિકાના બજારના સ્થિતિ

NVIDIA, ક્રૂડની તેજીથી બજારમાં દબાણ જોવાને મળી રહ્યું છે. ડાઓ 200 પોઈન્ટ્સ તૂટી દિવસના નીચલા સ્તરે બંધ થયા. S&P 500 0.35%, નાસ્ડેક 0.4% ઘટીને બંધ થયા.

બધા સમાચાર

+ વધુુ વાંચો