Get App

Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર

12 નવેમ્બરના ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 7,830 કરોડ રૂપિયાની ખરીદારી કરી. જ્યારે, આ દિવસે ઘરેલૂ સંસ્થાગત રોકાણકારોએ 6,331 કરોડ રૂપિયાની વેચવાલી કરી.

MoneyControl Newsઅપડેટેડ Nov 13, 2026 પર 9:19 AM
Stock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજરStock Market Today: આ સમાચારોની આજે બજાર પર પડશે અસર, કોઈપણ ટ્રેક કરતા પહેલા તેના પર કરો એક નજર
GIFT નિફ્ટી 25,254.50 ના લોઅરની સાથે ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ ટૂ નેગેટીવ શરૂઆત સાથે શરૂઆત દર્શાવે છે.

Stock Market Today: ભારતીય બેંચમાર્ક ઈન્ડેક્સ સેંન્સેક્સ અને નિફ્ટી ઈંડેક્સએ 13 નવેમ્બરના ફ્લેટ ટૂ નેગેટીવની સાથે ખુલવાની સંભાવના છે. 12 નવેમ્બરના રોજ, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો અસ્થિર સત્ર દરમિયાન નજીવા વધારા સાથે બંધ થયા હતા. રિયલ્ટી, બેન્કિંગ અને મીડિયા શેરોમાં થયેલી ખરીદીને પગલે, આ સતત ત્રીજા સત્રમાં પણ બજારમાં તેજી જોવા મળી હતી.

વૈશ્વિક સ્તરે સકારાત્મક સંકેતો હોવા છતાં, સ્થાનિક સૂચકાંકો નીચા સ્તરે ખુલ્યા હતા, પરંતુ શરૂઆતના કલાકમાં જ તેમાં સુધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી 25,384.80 ની દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, સત્ર આગળ વધતા ઊંચા સ્તરે નફા-વસૂલી (પ્રોફિટ બુકિંગ) થવાને કારણે મોટાભાગનો વધારો ધોવાઈ ગયો હતો અને સૂચકાંક ઘટીને 25,142.95 ની દિવસની નીચી સપાટી સુધી પહોંચી ગયો હતો. અંતે, ફરી થોડો સુધારો આવતા તે નજીવા વધારા સાથે બંધ થયો હતો. છેલ્લા કારોબારી સત્ર જોઈએ સેન્સેક્સ 0.04 ટકા વધીને 81,911.01 ના સ્તર પર બંધ થયા હતા. જ્યારે નિફ્ટી 0.18 ટકા વધીને 25,299.35 ના સ્તર પર બંધ થયા હતા.

કરેન્સી અને ઈક્વિટી બજારોમાં આજે શું થઈ રહ્યુ છે તે જાણવા માટે મનીકંટ્રોલની સાથે બની રહો. અહીં અમે તમારા માટે તમામ સમાચાર પ્લેટફૉર્મો પર ચાલી રહી આજના એવા મહત્વના સમાચારોની એક યાદી રજુ કરી રહ્યા છે જે ભારતીય અને આંતર્રાષ્ટ્રીય બજારોને પ્રભાવિત કરી શકે છે.

GIFT NIFTY

બધા સમાચાર

+ વધુુ વાંચો