Gold finance stocks: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. 5 નવેમ્બરે સોનું લગભગ 2% ઉછળીને 2 અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયું. આ તેજીની સીધી અસર ભારતીય શેરબજારમાં ગોલ્ડ ફાઈનાન્સ કંપનીઓના શેરો પર પણ જોવા મળી. નબળા અમેરિકી ડોલર અને ટ્રેઝરી બોન્ડ યીલ્ડમાં ઘટાડાએ સોનાને મોટો ટેકો આપ્યો.

