Get App

Gold Prices: સોનાના ભાવ કેમ આસમાને પહોંચ્યા? નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું સાચું કારણ, જાણો શું કહ્યું

સોનાના ભાવમાં સતત થઈ રહેલા વધારા પર નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો દ્વારા થઈ રહેલી ખરીદી મુખ્ય કારણ છે. જાણો સોના-ચાંદીના લેટેસ્ટ અપડેટ્સ.

MoneyControl Newsઅપડેટેડ Feb 23, 2026 પર 5:29 PM
Gold Prices: સોનાના ભાવ કેમ આસમાને પહોંચ્યા? નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું સાચું કારણ, જાણો શું કહ્યુંGold Prices: સોનાના ભાવ કેમ આસમાને પહોંચ્યા? નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું સાચું કારણ, જાણો શું કહ્યું
નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સોનાના ભાવ એટલા માટે વધી રહ્યા છે કારણ કે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે.

Gold Prices: છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં જે રીતે આગ લાગી છે, તેનાથી સામાન્ય માણસથી લઈને રોકાણકારો સૌ કોઈ આશ્ચર્યમાં છે. સોનાની કિંમતો અટકવાનું નામ નથી લઈ રહી. આખરે સોનું આટલું મોંઘું કેમ થઈ રહ્યું છે ? આ સવાલનો જવાબ હવે ખુદ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યો છે.

રવિવારે, 23 ફેબ્રુઆરીના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના સેન્ટ્રલ બોર્ડની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા નિર્મલા સીતારમણે સોનાની તેજી પાછળનું મુખ્ય કારણ જણાવ્યું હતું.

નાણામંત્રીએ શું કહ્યું?

નિર્મલા સીતારમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "સોનાના ભાવ એટલા માટે વધી રહ્યા છે કારણ કે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે." તેમણે વધુમાં ઉમેર્યું કે આ કોઈ કામચલાઉ તેજી નથી, પરંતુ ગ્લોબલ રિઝર્વ સ્ટ્રેટેજીમાં આવી રહેલા મોટા ફેરફારનો સંકેત છે. એટલે કે, દેશો હવે ડોલરના બદલે સોનામાં સુરક્ષિત રોકાણ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય તણાવ પણ જવાબદાર

નાણામંત્રી ઉપરાંત બજારના જાણકારોનું કહેવું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વધારવાની વાતોને કારણે પણ બજારમાં ડરનો માહોલ છે. જ્યારે પણ અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળે છે, જેના કારણે ભાવો વધે છે.

MCX પર સોના-ચાંદીની સ્થિતિ

બધા સમાચાર

+ વધુુ વાંચો