HDFC Bank Share Price: ભારતની સૌથી મોટી પ્રાઇવેટ બેંકોમાંની એક એવી HDFC Bank હાલમાં એક મોટા વિવાદમાં સપડાઈ છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં બેંકના શેરમાં લગભગ 2 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ એક રિપોર્ટ છે, જેમાં 45 કરોડ રૂપિયાના વ્યાજની ચૂકવણીને લઈને બેંકની આંતરિક તપાસનો ખુલાસો થયો છે.

