Get App

હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે સેબી અધ્યક્ષનું કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો

અદાણી ગ્રૂપ બાદ હિંડનબર્ગે આ વખતે સેબી પર સીધા આક્ષેપ કર્યા છે. ફર્મ હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો.

MoneyControl Newsઅપડેટેડ Aug 11, 2024 પર 11:25 AM
હિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે સેબી અધ્યક્ષનું કનેકશન, આ કંપનીમાં છે હિસ્સોહિંડનબર્ગ રિસર્ચે સેબી ચેરપર્સન પર લગાવ્યા ગંભીર આક્ષેપ, કહ્યું- અદાણી કૌભાંડ સાથે છે સેબી અધ્યક્ષનું કનેકશન, આ કંપનીમાં છે હિસ્સો
આ વખતે હિંડનબર્ગના નિશાને ખુદ સેબી ચેરપર્સન આવી ગયા છે.

Hindenburg: આ વખતે હિંડનબર્ગના નિશાને ખુદ સેબી ચેરપર્સન આવી ગયા છે. અદાણી ગ્રુપને નિશાન બનાવનાર હિંડેનબર્ગે આ વખતે સેબી નિયામક પર જ સીધો હુમલો કર્યો છે. હિંડનબર્ગે રિપોર્ટમાં જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે. આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે કાર્યવાહી કરી નથી. હિંડનબર્ગ રિસર્ચે શનિવારે સવારે સોશિયલ મીડિયા X પર આ ઘટસ્ફોટની જાહેરાત કરી હતી. છેવટે ફરી એકવાર અદાણી ગ્રુપ હિંડનબર્ગના નિશાના પર છે. સિક્યોર ડોક્યુમેન્ટને ટાંકીને હિંડનબર્ગ રિસર્ચએ જણાવ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો. એબીપી ન્યૂઝ એ દસ્તાવેજોની પુષ્ટિ કરતું નથી કે જેના આધારે હિંડનબર્ગે સેબી અધ્યક્ષ પર આ આરોપો મૂક્યા છે.

માધબી પુરી બુચે શેર પતિને ટ્રાન્સફર કર્યા

હિંડનબર્ગ રિસર્ચે તેના આરોપોમાં કહ્યું છે કે, એપ્રિલ 2017થી માર્ચ 2022 સુધી માધાબી પુરી બુચ સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અને અધ્યક્ષ હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો 100 ટકા હિસ્સો હતો. 16 માર્ચ, 2022 ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકના બે અઠવાડિયા પહેલા, તેમણે કંપનીમાં તેમના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા.

અદાણી સામે કાર્યવાહી નહીં

બધા સમાચાર

+ વધુુ વાંચો