Nifty India Defence Index: નોર્થ અટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (NATO) દેશોએ 2035 સુધીમાં તેમના રક્ષા ખર્ચને GDPના 5% સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતીય ડિફેન્સ કંપનીઓના શેરમાં ગુરુવારે ઉછાળો જોવા મળ્યો. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)ના શેરમાં 1%થી વધુની તેજી નોંધાઈ, જ્યારે નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ પણ 1% ઉપર ગયો.