IndusInd Bank ના શેરમાં 20% ના મોટા ઘટાડાને કારણે મ્યુચ્યુઅલ ફંડ્સને ₹ 6,000 કરોડથી વધુનું નુકસાન થયું છે. બેંકે 11 માર્ચે ખુલાસો કર્યો હતો કે ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શનના ખોટા મૂલ્યાંકનથી તેની નેટવર્થ પર ૨.૪%નો પ્રભાવ પડ્યો છે. આનાથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ પર પણ અસર પડી છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં, 35 મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે ઇન્ડસઇન્ડ બેંકના 20.88 કરોડ શેર હતા જેની કિંમત ₹20,670 કરોડ હતી. પરંતુ હવે તેનું મૂલ્ય ઘટીને 14,600 કરોડ રૂપિયા થઈ ગઈ છે.