Get App

Inox India Share Price: મે મહિનાથી અત્યાર સુધીમાં મળ્યો 939 કરોડનો મેગા ઓર્ડર, શેરમાં 5%નો મોટો ઉછાળો

શેરબજારમાં Inox India ના શેરમાં 5% નો મોટો ઉછાળો! કંપનીને સ્પેસ અને ગેસ સેક્ટરમાંથી 939 કરોડના નવા ઓર્ડર મળ્યા છે. જાણો આ મલ્ટીબેગર શેરની સંપૂર્ણ વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Jul 08, 2026 પર 12:27 PM
Inox India Share Price: મે મહિનાથી અત્યાર સુધીમાં મળ્યો 939 કરોડનો મેગા ઓર્ડર, શેરમાં 5%નો મોટો ઉછાળોInox India Share Price: મે મહિનાથી અત્યાર સુધીમાં મળ્યો 939 કરોડનો મેગા ઓર્ડર, શેરમાં 5%નો મોટો ઉછાળો
Inox India ના શેરના પ્રદર્શન પર નજર કરીએ તો, રોકાણકારોને મોટો ફાયદો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 65.74% નો ઉછાળો નોંધાયો છે.

Inox India Share Price: શેરબજારમાં આઇનોક્સ ઇન્ડિયા લિમિટેડના શેરમાં જબરદસ્ત 5% ની તેજી જોવા મળી છે. આ ઉછાળા પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા કરવામાં આવેલી એક મોટી જાહેરાત છે. કંપનીએ શેરબજારને માહિતી આપી છે કે 21 મે થી લઈને અત્યાર સુધીમાં તેમને જુદા જુદા બિઝનેસ સેગમેન્ટમાંથી કુલ 939 કરોડના માતબર ઓર્ડર મળ્યા છે.

કયા સેગમેન્ટમાંથી કેટલા કરોડનો ઓર્ડર મળ્યો?

આ નવા ઓર્ડર મુખ્યત્વે ઇન્ડસ્ટ્રીયલ ગેસ, LNG અને ક્રાયો-સાયન્ટિફિક સોલ્યુશન્સ બિઝનેસ સાથે જોડાયેલા છે. કુલ 939 કરોડના ઓર્ડરનું વિભાજન નીચે મુજબ છે:

ઇન્ડસ્ટ્રીયલ ગેસ સેગમેન્ટ: 871 કરોડ

LNG સેગમેન્ટ: 44 કરોડ

ક્રાયો-સાયન્ટિફિક સોલ્યુશન્સ: 16 કરોડ

બેવરેજ કેગ અને અન્ય ઓર્ડર: 8 કરોડ

બધા સમાચાર

+ વધુુ વાંચો