Get App

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો જબરદસ્ત ક્રેઝ, ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328 કરોડ ઠલવાયા, SIPએ પણ બનાવ્યો નવો રેકોર્ડ

શેરબજારની વધઘટ વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો ભરોસો અકબંધ છે. ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328 કરોડનું રોકાણ આવ્યું, જ્યારે માસિક SIP નો આંકડો 32,000 કરોડને પાર કરી ગયો છે. જાણો સંપૂર્ણ વિગત.

MoneyControl Newsઅપડેટેડ Sep 10, 2026 પર 6:50 PM
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો જબરદસ્ત ક્રેઝ, ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328 કરોડ ઠલવાયા, SIPએ પણ બનાવ્યો નવો રેકોર્ડમ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો જબરદસ્ત ક્રેઝ, ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328 કરોડ ઠલવાયા, SIPએ પણ બનાવ્યો નવો રેકોર્ડ
રોકાણકારો હવે લાંબા ગાળાના ફાયદા માટે દર મહિને નાની રકમ રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઓગસ્ટમાં SIP દ્વારા કુલ 32,297 કરોડનું વિક્રમજનક રોકાણ થયું છે.

SIP record: શેરબજારમાં ભલે ગમે તેટલી ઉથલપાથલ થતી હોય, પરંતુ સામાન્ય રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ પરનો ભરોસો જરાય ડગ્યો નથી. ઓગસ્ટ મહિનામાં રોકાણકારોએ ફરી એકવાર મ્યુચ્યુઅલ ફંડમાં ખોબલે ને ખોબલે પૈસા ઠાલવ્યા છે. ખાસ કરીને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા થતા રોકાણે તો ઇતિહાસનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. AMFIના લેટેસ્ટ ડેટા મુજબ, ઓગસ્ટમાં ઈક્વિટી આધારિત સ્કીમ્સમાં કુલ 29,328.62 કરોડનું જંગી રોકાણ આવ્યું છે.

ઈક્વિટી ફંડ્સમાં રોકાણમાં જોરદાર ઉછાળો

જુલાઈ મહિનામાં ઈક્વિટી ફંડ્સમાં રોકાણ થોડું ઘટ્યું હતું, પરંતુ ઓગસ્ટમાં તેણે ફરી સ્પીડ પકડી છે. ઓગસ્ટમાં ઈક્વિટી ફંડ્સમાં 29,328.62 કરોડ આવ્યા છે, જે જુલાઈના 24,697.39 કરોડ કરતા આશરે 19 ટકા વધારે છે. અગાઉ જૂન મહિનામાં આ આંકડો 28,973 કરોડ હતો. આ દર્શાવે છે કે રોકાણકારોનો રસ ફરીથી સીધા ઈક્વિટી માર્કેટ તરફ વધ્યો છે.

SIP નું રોકાણ પ્રથમ વખત 32,000 કરોડને પાર

રોકાણકારો હવે લાંબા ગાળાના ફાયદા માટે દર મહિને નાની રકમ રોકવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઓગસ્ટમાં SIP દ્વારા કુલ 32,297 કરોડનું વિક્રમજનક રોકાણ થયું છે. જુલાઈમાં આ આંકડો 31,961 કરોડ હતો, એટલે કે એક જ મહિનામાં તેમાં 336 કરોડ (1.1 ટકા) નો વધારો નોંધાયો છે. જૂનમાં SIP રોકાણ 31,781 કરોડ હતું.

સ્મોલ અને મિડ-કેપ ફંડ્સ બન્યા રોકાણકારોની પહેલી પસંદ

રોકાણકારોએ સૌથી વધુ રસ સ્મોલ-કેપ અને મિડ-કેપ ફંડ્સમાં દાખવ્યો છે. ઓગસ્ટમાં સ્મોલ-કેપ ફંડ્સમાં સૌથી વધુ 7,973.33 કરોડનું રોકાણ આવ્યું (જુલાઈમાં આ રકમ 7,767.50 કરોડ હતી). મિડ-કેપ ફંડ્સમાં 6,989.40 કરોડ આવ્યા (જુલાઈમાં 6,192.31 કરોડ હતું). આ બંને કેટેગરી (સ્મોલ અને મિડ-કેપ) મળીને કુલ 14,962.73 કરોડનું રોકાણ આવ્યું, જે કુલ ઈક્વિટી ઇનફ્લોના લગભગ 51 ટકા જેટલું થાય છે.આ ઉપરાંત ફ્લેક્સી-કેપ ફંડ્સમાં 5,059.42 કરોડ અને મલ્ટી-કેપમાં 3,732.77 કરોડનું રોકાણ નોંધાયું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો