Get App

શેરબજારમાં રોકાણકારોની ચાંદી: સેન્સેક્સ 525 પોઈન્ટ ઉછળ્યો, માત્ર 5 સેકન્ડમાં જ સંપત્તિ 3.64 લાખ કરોડ વધી

Share Market Today: ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આવેલા ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં મિનિટોમાં કરોડોનો વધારો થયો છે. જાણો કયા સેક્ટરમાં સૌથી વધુ તેજી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 16, 2026 પર 10:03 AM
શેરબજારમાં રોકાણકારોની ચાંદી: સેન્સેક્સ 525 પોઈન્ટ ઉછળ્યો, માત્ર 5 સેકન્ડમાં જ સંપત્તિ 3.64 લાખ કરોડ વધીશેરબજારમાં રોકાણકારોની ચાંદી: સેન્સેક્સ 525 પોઈન્ટ ઉછળ્યો, માત્ર 5 સેકન્ડમાં જ સંપત્તિ 3.64 લાખ કરોડ વધી
Share Market Today: ભારતીય શેરબજારમાં આજે જોરદાર તેજી જોવા મળી રહી છે.

Share Market Today: ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર ખરીદીનો જોરદાર માહોલ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેતો વચ્ચે આજે શરૂઆતી કારોબારમાં જ રોકાણકારો પર પૈસાનો વરસાદ થયો છે. બજાર ખૂલતાની સાથે જ ગણતરીની સેકન્ડોમાં રોકાણકારોની સંપત્તિમાં 3.64 લાખ કરોડનો તોતિંગ વધારો નોંધાયો છે.

બજારમાં તેજીનું મુખ્ય કારણ

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઓછો થવાની અને શાંતિ સ્થપાવવાની આશાને કારણે વૈશ્વિક બજારોમાં ઉત્સાહ છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે.

આંકડામાં સમજો બજારની સ્થિતિ

આજે એટલે કે 16 એપ્રિલ 2026ના રોજ, સવારે 09:22 વાગ્યે:

BSE Sensex: 525.61 પોઈન્ટ (0.67%) ના ઉછાળા સાથે 78,636.85 પર પહોંચ્યો.

Nifty 50: 156.75 પોઈન્ટ (0.65%) વધીને 24,388.05 પર ટ્રેડ કરી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો