June Stocks: રોકાણ માટે માર્કેટમાં ઘણા બધા સેગમેન્ટ છે, તો આવામાં રોકાણને લઇને મૂંઝવણ છે કે જેમાં સારો નફો મેળવી શકાય છે. આ અંગે વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)ની માનો તો ફાઈનાન્શિયલ, કંઝ્યૂમર સ્ટેપલ્સ, ઈન્ડસ્ટ્રિયલ્સ, યૂટિલિટીઝ અને રિયલ એસ્ટેટ નફો કમાવાની જોરદાર તક આપી રહી છે. ઝેફરીઝ આ તમામ સેગમેન્ટને લઇને ઓવરવેટ છે. તેમાં પણ સૌથી વધું વિશ્વાસ જેફરીઝના ફાઈનાન્શિયલ પર છે. બ્રોકરેજે 6 જૂનએ તેના સંબંધિત રિપોર્ટ રજૂ કરી છે. આ રિપોર્ટના અનુસાર તે આઈટી, એનર્જી, ટેલીકૉમ અને કંઝ્યૂમર ડિસ્ક્રેશનેરીને લઇને અંડરવેટ છે.

