લોકલ સર્ચ એન્જિન તરીકે જાણીતી કંપની જસ્ટ ડાયલના રોકાણકારો માટે 13 જુલાઈનો દિવસ બમ્પર કમાણીનો રહ્યો છે. હોટલ, રેસ્ટોરન્ટ કે એજ્યુકેશન જેવી અલગ-અલગ સર્વિસ માટે માહિતી પૂરી પાડતી આ કંપનીના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે. એપ્રિલ-જૂન 2026 ના ત્રિમાસિક પરિણામો સારા આવતા જ રોકાણકારોએ ખુશ થઈને ભારે ખરીદી કરી છે. પરિણામે, BSE પર શેરનો ભાવ 18.6 ટકા ઉછળીને 669.70 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો.

