કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNC) થીમ પર આધારિત તેની નવી ફંડ ઓફર (NFO) લોન્ચ કરી છે. આ નવી સ્કીમ કોટક એમએનસી ફંડના નામે શરૂ કરવામાં આવી છે, જે એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ ફંડ દ્વારા રોકાણકારોને વૈશ્વિક પહોંચ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે એક્સપોઝર મળશે.