BSE સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7ના બજાર મૂડીકરણ (માર્કેટ કેપ)માં ગયા સપ્તાહે કુલ રુપિયા 2,31,177.3 કરોડનો ઉછાળો નોંધાયો હતો. આ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી વધુ લાભ મેળવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક (SBI), ઈન્ફોસિસ અને આઈટીસી જેવી કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TCS), બજાજ ફાઈનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો.