Market trend : ભારતીય શેરબજારમાં તાજેતરના ઘટાડા બાદ હવે રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે. નિફ્ટીમાં લગભગ 1100 પોઈન્ટનું કરેક્શન આવ્યું છે, અને હવે નિષ્ણાતોનું માનવું છે કે નિફ્ટીમાં 500 પોઈન્ટનો રિબાઉન્ડ શક્ય છે. આ સાથે, બેન્ક નિફ્ટી પણ 57200ના સ્તર સુધી પહોંચી શકે છે. કેડિયાનોમિક્સના ફાઉન્ડર સુશીલ કેડિયાએ આ અંગે મહત્વનું પ્રિડિક્શન કર્યું છે.