Market Outlook: ભારતીય શેરબજારે દિવાળી પહેલાં જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. બેન્ક નિફ્ટીએ 73 સત્રો બાદ નવો રેકોર્ડ બનાવ્યો અને ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં 57,830.20ની ઐતિહાસિક ઉંચાઈ સ્પર્શી. આ સ્તર 11 માર્ચ 2025ના નીચલા સ્તર 47,853.95થી લગભગ 10,000 પોઇન્ટ ઉપર છે. નિફ્ટી અને સેન્સેક્સે પણ 52 સપ્તાહની નવી ઉંચાઈ હાંસલ કરી, જેમાં નિફ્ટી 25,781 અને સેન્સેક્સ 84,172ના સ્તરે પહોંચ્યા.

