Market Outlook : ભારતીય શેરબજારમાં આજે ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. એશિયન બજારોમાં રિકવરી હોવા છતાં, ભારતીય બજાર આજે લાલ નિશાનમાં બંધ થયું છે. ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો અને પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના લીધે નિફ્ટી 23,800 ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો છે.

