Market Outlook: ભારતીય શેરબજારમાં હાલ શાનદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોમવાર, 6 જુલાઈએ સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં ફ્રન્ટલાઈન ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી 50 માં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. દેશમાં સારા ચોમાસાના સંકેતો અને આ મહિને વિદેશી રોકાણકારો (FII) દ્વારા ફરીથી ખરીદી શરૂ થવાને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. માત્ર એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં રૂપિયા 2 લાખ કરોડનો વધારો થયો છે, કારણ કે BSE લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 480 લાખ કરોડથી વધીને 482 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

