Market outlook : 13 ડિસેમ્બરના રોજ, નિફ્ટી 24,750ની ઉપર બંધ થવામાં સફળ રહ્યો હતો અને ભારતીય ઇક્વિટી ઇન્ડેક્ષ મજબૂત રીતે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 843.16 પોઈન્ટ અથવા 1.04 ટકાના ઉછાળા સાથે 82,133.12 પર અને નિફ્ટી 219.60 પોઈન્ટ અથવા 0.89 ટકાના ઉછાળા સાથે 24,768.30 પર બંધ રહ્યો હતો. આજે લગભગ 1741 શેર વધ્યા, 2086 શેર ઘટ્યા અને 114 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો. નિફ્ટીના સૌથી વધુ વધતા શેરોમાં ભારતી એરટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ અને HULનો સમાવેશ થાય છે. જ્યારે શ્રીરામ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, JSW સ્ટીલ નિફ્ટીના ટોપ લુઝર્સમાં સામેલ છે.