Market Outlook: 6 ઓક્ટોબરે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. નિફ્ટી 22,700ની ઉપર ટકી રહ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 685.34 પોઈન્ટ એટલે કે 0.95% વધીને 73,067.81 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 220.35 પોઈન્ટ એટલે કે 0.98% વધીને 22,776.10ના સ્તરે બંધ થયો હતો. આજે લગભગ 2,685 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 1,495 શેરોમાં ઘટાડો થયો હતો અને 197 શેરોમાં કોઈ ફેરફાર થયો નહોતો.

