Get App

Maruti Suzuki એ લોન્ચ કરી દેશની પહેલી 'ફ્લેક્સ-ફ્યુઅલ' કાર, 100% ઇથેનોલ પર દોડશે, શેરબજારમાં રોકાણકારોને જલસા

Maruti Suzuki એ દેશની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર લોન્ચ કરી છે. જે પેટ્રોલ ઉપરાંત 100% ઇથેનોલ પર પણ ચાલશે. આ સમાચારથી કંપનીના શેરમાં ભારે ઉછાળો આવ્યો છે. જાણો કારની ખાસિયતો.

MoneyControl Newsઅપડેટેડ Jun 04, 2026 પર 2:54 PM
Maruti Suzuki એ લોન્ચ કરી દેશની પહેલી 'ફ્લેક્સ-ફ્યુઅલ' કાર, 100% ઇથેનોલ પર દોડશે, શેરબજારમાં રોકાણકારોને જલસાMaruti Suzuki એ લોન્ચ કરી દેશની પહેલી 'ફ્લેક્સ-ફ્યુઅલ' કાર, 100% ઇથેનોલ પર દોડશે, શેરબજારમાં રોકાણકારોને જલસા
ફ્લેક્સ-ફ્યુઅલનો સીધો અર્થ એ છે કે, આ કાર સામાન્ય પેટ્રોલ પર તો ચાલશે જ, પરંતુ સાથે-સાથે E100ના બ્લેન્ડિંગ પર પણ ખૂબ જ સરળતાથી દોડશે.

Maruti Suzuki Share Price:  એક તરફ શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી 50માં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી તરફ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી. કંપનીએ દેશની સૌપ્રથમ 'ફ્લેક્સ-ફ્યુઅલ' પેસેન્જર કાર લોન્ચ કરતા જ તેનો શેર 1.5 ટકાથી વધુ ઉછળી ગયો હતો.

જોકે, કેટલાક રોકાણકારોએ આ તેજીમાં નફો બુક કર્યો હતો, છતાં શેર હજુ પણ મજબૂત સ્થિતિમાં છે. હાલમાં BSE પર આ શેર 0.35% ના વધારા સાથે 13100 રૂપિયાના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ટ્રા-ડેમાં આ શેર 1.58% ઉછળીને 13260.00 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો.

શેરની જર્ની જોઈએ તો, 5 જૂન 2025 ના રોજ BSE પર તે 12019.75 રૂપિયાના નીચલા સ્તરે હતો. ત્યાંથી તે માત્ર 7 મહિનામાં 44.53% નો જંગી ઉછાળો નોંધાવીને 5 જાન્યુઆરી 2026 ના રોજ 17371.60 રૂપિયાના પોતાના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો હતો.

Maruti ની નવી ફ્લેક્સ-ફ્યુઅલ કારમાં શું છે ખાસ?

મારુતિ સુઝુકીએ નવી દિલ્હીમાં વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડેના ખાસ અવસરે આ કાર લોન્ચ કરી છે. આ મોડલ તેમની અત્યંત લોકપ્રિય કાર વેગનઆરનું જ નવું ફ્લેક્સ-ફ્યુઅલ વર્ઝન છે.

ફ્લેક્સ-ફ્યુઅલનો સીધો અર્થ એ છે કે, આ કાર સામાન્ય પેટ્રોલ પર તો ચાલશે જ, પરંતુ સાથે-સાથે E100ના બ્લેન્ડિંગ પર પણ ખૂબ જ સરળતાથી દોડશે. આનાથી ગ્રાહકોને ઈંધણ માટે નવા વિકલ્પો મળશે અને સરકારના ઇથેનોલ પ્રોગ્રામને પણ મોટો વેગ મળશે. આ ખાસ લોન્ચિંગ ઇવેન્ટમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

સરકારનું ઇથેનોલ પર મોટું ફોકસ અને નવા નિયમો

બધા સમાચાર

+ વધુુ વાંચો