Get App

Meeshoના શેરમાં 11%ની તેજી, UBSના વધારેલા ટાર્ગેટથી રોકાણકારોમાં ઉત્સાહ

22 સપ્ટેમ્બરે Meeshoના શેરમાં ઇન્ટ્રાડે લગભગ 11%નો ઉછાળો આવ્યો. UBSએ શેર પર Buy રેટિંગ જાળવી રાખીને Target Price ₹210થી વધારીને ₹260 કર્યો છે. બ્રોકરેજે FY29-FY31 માટે NMV અંદાજમાં 7%-18% અને EBITDA અંદાજમાં 20%-40%નો વધારો કર્યો છે. Meeshoની Q1 Revenue 48% વધીને ₹3,712 કરોડ થઈ હતી, જ્યારે Net Loss ઘટીને ₹132.8 કરોડ રહ્યો હતો.

MoneyControl Newsઅપડેટેડ Sep 22, 2026 પર 2:37 PM
Meeshoના શેરમાં 11%ની તેજી, UBSના વધારેલા ટાર્ગેટથી રોકાણકારોમાં ઉત્સાહMeeshoના શેરમાં 11%ની તેજી, UBSના વધારેલા ટાર્ગેટથી રોકાણકારોમાં ઉત્સાહ
Meesho Share Price: UBSના વધારેલા ₹260 ના ટ્રાર્ગેટ પ્રાઈઝ બાદ મિશોના શેરમાં ઇન્ટ્રાડે 11% ની તેજી જોવા મળી. Q1 Revenueમાં 48%નો વધારો અને નેટ લોસમાં ઘટાડો થયો.

Meesho Share Price: દિગ્ગજ ઈ-કોમર્સ માર્કેટપ્લેસ મિશોના શેરમાં 22 સપ્ટેમ્બરે જોરદાર તેજી જોવા મળી. ઇન્ટ્રાડેમાં શેર લગભગ 11% સુધી ઉછળ્યો. બ્રોકરેજ ફર્મ UBS દ્વારા ટાર્ગેટ પ્રાઈઝ વધાર્યા બાદ શેરમાં આ તેજી જોવા મળી હતી. છેલ્લા ત્રણ મહિનામાં મિશોના શેર માટે આ એક દિવસની સૌથી મોટી તેજી રહી છે.

યુબીએસએ મિશોનો ટ્રાગેટ પ્રાઈઝ વધાર્યો

યુબીએસએ મિશો પર પોતાનું Buy રેટિંગ જાળવી રાખ્યું છે અને શેરનો ટ્રાગેટ પ્રાઈઝ ₹210થી વધારીને ₹260 કર્યો છે. આ ટાર્ગેટ પ્રાઈઝ અગાઉના ક્લોઝિંગ ભાવની સરખામણીએ આશરે 18.6%ના અપસાઈડને દર્શાવે છે.

ટાર્ગ્રેટ પ્રાઈઝ વધારવાની સાથે યુબીએસએ FY29-FY31 માટે મિશોના નેટ મર્ચન્ડીશ વેલ્યુ (NMV)ના અંદાજમાં 7%થી 18% સુધીનો વધારો કર્યો છે. આ સમયગાળા માટે કોન્ટ્રિબ્યુશન પ્રોફિટના અંદાજમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો