Pine Labs Share Price: Pine Labsના શેરમાં મંગળવારે બ્લોક ડીલ બાદ જોરદાર ખરીદી જોવા મળી. કંપનીના શેરમાં લગભગ ₹900 કરોડની બ્લોક ડીલ થઈ હોવાના અહેવાલો વચ્ચે શેરમાં 2% સુધીનો ઉછાળો આવ્યો હતો. આ ડીલમાં માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પ્રાઈવેટ લિમિટેડ પોતાની લગભગ 4.3% હિસ્સેદારી વેચી રહી હોવાની માહિતી સામે આવી છે.

