Global Market: નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવા મળ્યા છે. GIFT NIFTY માં ફ્લેટ કારોબાર જોવાને મળી રહ્યો છે. FIIsની કેશમાં વેચવાલી ઘણી ઓછી છે પણ વાયદામાં વધાર્યા શોર્ટ્સ, જાપાનના નિક્કેઈમાં બીજા દિવસે પણ સારી તેજી જોવા મળી. ત્યાંજ અમેરિકામાં નાસ્ડેક અને S&P નવા શિખર પર બંધ થયા.