Netweb Tech Share Price: ગુરુવાર, 12 ફેબ્રુઆરીના રોજ, નેટવેબ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડના 23.32 લાખ શેર બ્લોક ડીલમાં વેચાયા. આ શેર કંપનીમાં 3.93% હિસ્સો દર્શાવે છે. આ સોદાનું કુલ મૂલ્ય ₹682.3 કરોડ હતું. 10 ફેબ્રુઆરીના રોજ, CNBC-TV18 ના એક રિપોર્ટમાં, સૂત્રોના હવાલે કહેવામાં આવ્યુ હતું કે નેટવેબ ટેક્નોલોજીસ ઇન્ડિયા લિમિટેડના પ્રમોટર્સ બ્લોક ડીલ દ્વારા કંપનીમાં તેમના 3% સુધીના હિસ્સાનું વેચાણ કરી રહ્યા છે. શેર વેચનારા પ્રમોટર્સમાં સંજય લોઢા, નવીન લોઢા, નીરજ લોઢા અને વિવેક લોઢાનો સમાવેશ થાય છે.

