Get App

Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે તેજી જળવાશે કે નરમાઈ? ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો ગિફ્ટ નિફ્ટી અને ગ્લોબલ માર્કેટના લેટેસ્ટ સંકેતો

Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે ટ્રેડિંગ કરતા પહેલા ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો સમજી લો. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઉછાળો છે, તો બીજી તરફ ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ જોવા મળી છે. વાંચો સંપૂર્ણ માર્કેટ રિપોર્ટ.

MoneyControl Newsઅપડેટેડ May 05, 2026 પર 8:54 AM
Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે તેજી જળવાશે કે નરમાઈ? ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો ગિફ્ટ નિફ્ટી અને ગ્લોબલ માર્કેટના લેટેસ્ટ સંકેતોStock Market Today: ભારતીય શેરબજારમાં આજે તેજી જળવાશે કે નરમાઈ? ટ્રેડિંગ કરતા પહેલા જાણી લો ગિફ્ટ નિફ્ટી અને ગ્લોબલ માર્કેટના લેટેસ્ટ સંકેતો
Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે ટ્રેડિંગ કરતા પહેલા ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો સમજી લો.

Stock Market Today: ભારતીય શેરબજાર માટે આજનો દિવસ મિશ્ર સંકેતો લઈને આવ્યો છે. ગઈકાલે બજારમાં જોવા મળેલી શાનદાર તેજી બાદ આજે રોકાણકારોની નજર ગ્લોબલ માર્કેટ અને ગિફ્ટ નિફ્ટી પર છે. જો તમે આજે કોઈ પણ ટ્રેડ લેવાનું વિચારી રહ્યા હોવ, તો બજારને અસર કરતા આ મહત્વના પરિબળો પર એક નજર નાખી લેવી જરૂરી છે.

ગઈકાલની બજારની ચાલ

સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર રિકવરી જોવા મળી હતી. ઓટો સેલ્સના મજબૂત આંકડા અને ક્રૂડ ઓઈલમાં નરમાઈને કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો. કારોબારના અંતે સેન્સેક્સ 355.90 પોઈન્ટ (0.46%) વધીને 77,269.40 પર અને નિફ્ટી 121.75 પોઈન્ટ (0.51%) વધીને 24,119.30 ના સ્તરે બંધ રહ્યો હતો.

ગિફ્ટ નિફ્ટી તરફથી પોઝિટિવ સંકેત

આજે સવારે GIFT Nifty લગભગ 31 પોઈન્ટ અથવા 0.13% ના વધારા સાથે 24,076 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. આ સંકેત આપે છે કે ભારતીય બજારની શરૂઆત પોઝિટિવ અથવા ફ્લેટ થઈ શકે છે.

એશિયન અને અમેરિકી બજારોની સ્થિતિ

એશિયન બજારોમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ 0.38% વધ્યો છે, જ્યારે હોંગકોંગના હેંગસેંગમાં 1.11% નો ઘટાડો નોંધાયો છે. અમેરિકી બજારની વાત કરીએ તો, સોમવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 તેના રેકોર્ડ હાઈથી 0.41% નીચે સરક્યો છે, જ્યારે ડાઉ જોન્સમાં 1.13% નો મોટો ઘટાડો જોવા મળ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો