DR ચોકસી ફિનસર્વના દેવેન ચોકસીનું કહેવુ છે કે મોંઘવારીના આંકડા દરેક દેશોમાં અસર કરી રહ્યાં છે. મોંઘવારીના બાદ કરતા ભારતીય ઇકોનોમી સારા સ્તરે છે. હાલની પરિસ્થિતિમાં બૉન્ડ યીલ્ડના કારણે ચિંતા છે. એક કે બે મહિનામાં પરિસ્થિતિ સુધરી શકે છે.

દેવેન ચોકસીના મતે BRICSના આઉટકમ્સની પોઝિટીવ અસર જોવા મળશે. જો રૂપિયો ઘટતા અટકે તો લાર્જકેપ સ્ટોક્સમાં નવું રોકાણ આવશે. બ્રૉડર માર્કેટમાં હાલ ફોકસ કરવું જોઇએ. ટાટા ગ્રુપના શેર્સમાં ટાટા સન્સનું વેલ્યુએશન દેખાઇ રહ્યું છે.
દેવેન ચોકસીના મુજબ HDFC બેન્કના ફંડામેન્ટલ ઘણા મજબૂત છે. લીડરશીપમાં ફેરફાર ફંડામેન્ટલ માટે ઘણા મહત્વના છે. HDFC બેન્કમાં લાંબાગાળા માટે રોકાણની સલાહ છે. AI બાદ પણ IT સેક્ટરમાં ડિમાન્ડ વધવાનું અનુમાન છે. ડિફેન્સ, રેલવે, મેન્યુફેક્ચરિંગમાં સારો ગ્રોથ દેખાઇ રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.