Trade Setup Support Level: ભારતીય શેરબજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. બેન્ચમાર્ક નિફ્ટી 14 મહિનાના લાંબા કન્સોલિડેશન ફેઝ બાદ 26,300ના સ્તરની આસપાસ પહોંચ્યો હતો. આ સાથે બજારમાં સકારાત્મક વલણ ચાલુ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે આવનારા સેશનમાં નિફ્ટી 26,500થી 26,600ની સપાટી તરફ આગળ વધી શકે છે, જોકે વચ્ચે-વચ્ચે થોડું કન્સોલિડેશન આવવાની પણ શક્યતા છે.

