Get App

Nifty Bank: નિફ્ટી બેન્કમાં 5 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી, આ 11 શેરોમાં જોવા મળી જબરદસ્ત ખરીદી!

Nifty Bank, Share: નિફ્ટી બેન્ક (Nifty Bank)માં ફેબ્રુઆરી 2021 પછીની સૌથી મોટી સાપ્તાહિક તેજી જોવા મળી છે. 8.5% ના ઉછાળા સાથે આ 11 બેન્કિંગ શેરોમાં જોરદાર કમાણી થઈ, જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Apr 10, 2026 પર 2:05 PM
Nifty Bank: નિફ્ટી બેન્કમાં 5 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી, આ 11 શેરોમાં જોવા મળી જબરદસ્ત ખરીદી!Nifty Bank: નિફ્ટી બેન્કમાં 5 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી, આ 11 શેરોમાં જોવા મળી જબરદસ્ત ખરીદી!
Nifty Bank: નિફ્ટી બેન્કમાં 5 વર્ષની સૌથી મોટી સાપ્તાહિક તેજી

Nifty Bank Share: શેર બજારમાં બેન્કિંગ સેક્ટરનો દબદબો શેર બજારમાં રોકાણકારો માટે આ અઠવાડિયે જાણે જલસો પડી ગયો છે, ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં. નિફ્ટી બેન્ક (Nifty Bank) ઈન્ડેક્સમાં આ અઠવાડિયે એવી તેજી જોવા મળી છે, જે ફેબ્રુઆરી 2021 પછી ભાગ્યે જ જોવા મળી છે. આ અઠવાડિયામાં ઈન્ડેક્સમાં અત્યાર સુધીમાં લગભગ 8.5 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ છેલ્લા 5 વર્ષનું સૌથી શાનદાર સાપ્તાહિક (Weekly) પ્રદર્શન છે. આ અગાઉ ફેબ્રુઆરી 2021 ના પહેલા સપ્તાહમાં આ ઈન્ડેક્સમાં 16 ટકાની જંગી તેજી આવી હતી.

સળંગ 6 અઠવાડિયાના ઘટાડા બાદ જોરદાર કમબેક

આ તેજીની સૌથી ખાસ વાત એ છે કે, નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ છેલ્લા સતત 6 અઠવાડિયાથી લાલ નિશાનમાં એટલે કે ઘટાડા સાથે બંધ થઈ રહ્યો હતો. પરંતુ આ અઠવાડિયે ઈન્ડેક્સે ફુલ પાવર સાથે વાપસી કરી છે. ઈન્ડેક્સમાં સામેલ તમામ બેન્કિંગ શેરોમાં શાનદાર ખરીદી જોવા મળી છે. આ ઉછાળામાં પ્રાઇવેટ સેક્ટર અને સરકારી (PSU) એમ બંને પ્રકારની બેન્કોના મજબૂત પ્રદર્શનનો મોટો ફાળો છે.

11 બેન્કિંગ શેરોમાં દેખાઈ સૌથી વધુ તેજી:

આવો જોઈએ કઈ બેન્કના શેરમાં કેટલો ઉછાળો આવ્યો છે:

1. Axis Bank (એક્સિસ બેન્ક): આ સપ્તાહમાં એક્સિસ બેન્કનો શેર સૌથી વધુ 13.1% ઉછળ્યો છે. નવેમ્બર 2020 પછી આલ તેનું સૌથી બેસ્ટ વીકલી પરફોર્મન્સ છે, જ્યારે શેરમાં આવી જ મોટી તેજી જોવા મળી હતી.

2. AU Small Finance Bank (એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક): આંકડા મુજબ આ બેન્કના શેરમાં આ અઠવાડિયે 12.9% નો વધારો જોવા મળ્યો છે. અગાઉ 15% ની તેજી સાથે આ એક મોટો ઉછાળો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો