Market trend: ઓક્ટેનોમ ટેક એન્ડ હેજ્ડના ફાઉન્ડર અને CEO રાહુલ ઘોષે જણાવ્યું કે ઓગસ્ટ મહિનામાં નિફ્ટી 50માં તેજી અને મંદીનું મિશ્રણ જોવા મળી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "ઓગસ્ટની શરૂઆત નબળી રહી છે અને મોટાભાગના સેક્ટર્સમાં બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. છતાં, અમને આશા છે કે ઓગસ્ટમાં ઘટાડે ખરીદીનો ટ્રેન્ડ જોવા મળશે અને તેની સાથે તેજી પણ આવશે."