Get App

Ola Electricના શેરમાં 2 દિવસમાં 23% નો જંગી ઉછાળો, કંપનીની આ એક જાહેરાતથી રોકાણકારો થયા માલામાલ

ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં છેલ્લા 2 દિવસમાં 23% નો મોટો ઉછાળો નોંધાયો છે. કંપનીએ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક બાઇક Roadster X+ માં 60,000 નો ઘટાડો કરતા શેરમાં તેજી આવી છે.

MoneyControl Newsઅપડેટેડ Apr 02, 2026 પર 2:55 PM
Ola Electricના શેરમાં 2 દિવસમાં 23% નો જંગી ઉછાળો, કંપનીની આ એક જાહેરાતથી રોકાણકારો થયા માલામાલOla Electricના શેરમાં 2 દિવસમાં 23% નો જંગી ઉછાળો, કંપનીની આ એક જાહેરાતથી રોકાણકારો થયા માલામાલ
oadster X+ 9.1 kWh બાઈક સિંગલ ચાર્જમાં લગભગ 500 કિલોમીટર સુધીની રેન્જ આપે છે, જે તેને લાંબા અંતરની મુસાફરી માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.

Ola Electric shares: શેરબજારમાં ગુરુવારે સતત બીજા દિવસે Ola Electricના શેરમાં ભારે તેજી જોવા મળી છે. કંપનીએ એક એવી મોટી જાહેરાત કરી છે, જેનાથી ગ્રાહકોની સાથે સાથે રોકાણકારો પણ ખુશ થઈ ગયા છે. છેલ્લા માત્ર બે જ દિવસમાં ઓલા ઇલેક્ટ્રિકનો શેર લગભગ 23 ટકા સુધી ઊછળી ચૂક્યો છે.

શેરબજારમાં ઓલાના શેરની સ્થિતિ

શેરમાં આવેલી આ શાનદાર તેજી પાછળનું મુખ્ય કારણ કંપનીની નવી પ્રાઇસિંગ પોલિસી છે. ગુરુવારે BSE પર ઓલાનો શેર 8.7% ના વધારા સાથે 28.19 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.બપોરે 12.25 વાગ્યાની આસપાસ NSE પર આ શેર 7.26% ની તેજી સાથે 27.77 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ અગાઉ બુધવારે (1 એપ્રિલ) પણ ઓલાના શેરમાં લગભગ 14% નો જંગી ઉછાળો નોંધાયો હતો.

બાઈકની કિંમતમાં 60,000 નો તોતિંગ ઘટાડો

કંપનીએ શેરબજારોને આપેલી સત્તાવાર માહિતીમાં જણાવ્યું છે કે, તેમણે પોતાની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 'Roadster X+ 9.1 kWh' ની કિંમતમાં સીધો 60,000 નો ઘટાડો કર્યો છે.

જૂની કિંમત: 1,89,999

નવી કિંમત: 1,29,999

બધા સમાચાર

+ વધુુ વાંચો