Get App

Patanjali Foods Share Price: બાબા રામદેવની કંપનીનો શેર 18% ક્રેશ થયો, એક બ્લોક ડીલથી રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો

15 જુલાઈએ પતંજલિ ફૂડ્સના શેરમાં 18% નો મોટો કડાકો જોવા મળ્યો છે. 195 કરોડ રૂપિયાની એક બ્લોક ડીલના કારણે શેર 52 સપ્તાહના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. જાણો માર્કેટની લેટેસ્ટ સ્થિતિ અને નુકસાનનું કારણ.

MoneyControl Newsઅપડેટેડ Jul 15, 2026 પર 1:56 PM
Patanjali Foods Share Price: બાબા રામદેવની કંપનીનો શેર 18% ક્રેશ થયો, એક બ્લોક ડીલથી રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારોPatanjali Foods Share Price: બાબા રામદેવની કંપનીનો શેર 18% ક્રેશ થયો, એક બ્લોક ડીલથી રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો
પતંજલિ ફૂડ્સના શેરમાં સળંગ ત્રીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે આજે શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય કરતા ઘણું વધારે હતું.

Patanjali Foods Share Price: શેરબજારમાં ક્યારે કયો શેર રોકાણકારોને મોટો ઝટકો આપે તે કહેવું મુશ્કેલ છે. યોગ ગુરુ બાબા રામદેવ સાથે જોડાયેલી કંપની પતંજલિ ફૂડ્સના રોકાણકારો માટે 15 જુલાઈનો દિવસ અત્યંત ખરાબ સાબિત થયો. આજે આ કંપનીનો શેર માર્કેટમાં ખરાબ રીતે ક્રેશ થઈ ગયો છે. એક સમયે શેરમાં 18 ટકા જેટલો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો. બપોરે 12:50 વાગ્યાની આસપાસ શેર થોડો રિકવર થઈને 14.69 ટકાના ભારે ઘટાડા સાથે 340 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. આ મોટા ઘટાડા સાથે કંપનીનો શેર તેના 52 સપ્તાહના સૌથી નીચલા સ્તરે આવી ગયો છે.

આટલા મોટા કડાકા પાછળનું મુખ્ય કારણ શું?

બજારના જાણકારો અનુસાર, આ કડાકા પાછળ એક મોટી બ્લોક ડીલ જવાબદાર છે. CNBCના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, પતંજલિ ફૂડ્સમાં 1.45 ટકા શેરોની એક બ્લોક ડીલ થઈ છે. આ ડીલ પ્રતિ શેર 355 રૂપિયાના ભાવે થઈ હોવાનું સામે આવ્યું છે. આ આખી ડીલની કુલ કિંમત 195 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. બજારમાં આ મોટા સોદાની ખબર પડતા જ રિટેલ રોકાણકારોમાં ગભરાહટ ફેલાઈ અને વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું.

ટ્રેડિંગ વોલ્યુમમાં જોવા મળ્યો અસામાન્ય ઉછાળો

પતંજલિ ફૂડ્સના શેરમાં સળંગ ત્રીજા દિવસે મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે આજે શેરમાં ટ્રેડિંગ વોલ્યુમ સામાન્ય કરતા ઘણું વધારે હતું. આજે 2.3 કરોડ શેરોનું ટ્રેડિંગ થયું.

જ્યારે છેલ્લા 20 દિવસનું સરેરાશ ટ્રેડિંગ વોલ્યુમ માત્ર 25 લાખ શેરોની આસપાસ જ રહેતું હતું. ડિલિવરી વોલ્યુમમાં આવેલો આ જંગી ઉછાળો એ વાતનો સીધો સંકેત આપે છે કે મોટા સંસ્થાકીય રોકાણકારોની એક્ટિવિટી આ શેરમાં ખૂબ વધી ગઈ છે.

આ વર્ષે રોકાણકારોને 37% નું નુકસાન

બધા સમાચાર

+ વધુુ વાંચો