Get App

Paytm Q1 Results: પેટીએમનો નફો 79% ઉછળ્યો, UPI બિઝનેસમાં શાનદાર ગ્રોથ, જાણો બોનસ શેર અને રોકાણને લઈને બોર્ડના મોટા નિર્ણયો

ફિનટેક કંપની પેટીએમના જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર. કંપનીનો નફો 79% વધીને 220 કરોડ થયો. UPI અને સાઉન્ડબોક્સ બિઝનેસમાં મોટો ઉછાળો. જાણો બોર્ડના મહત્વના નિર્ણયો વિશે.

MoneyControl Newsઅપડેટેડ Jul 21, 2026 પર 9:43 AM
Paytm Q1 Results: પેટીએમનો નફો 79% ઉછળ્યો, UPI બિઝનેસમાં શાનદાર ગ્રોથ, જાણો બોનસ શેર અને રોકાણને લઈને બોર્ડના મોટા નિર્ણયોPaytm Q1 Results: પેટીએમનો નફો 79% ઉછળ્યો, UPI બિઝનેસમાં શાનદાર ગ્રોથ, જાણો બોનસ શેર અને રોકાણને લઈને બોર્ડના મોટા નિર્ણયો
કંપનીના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા પણ વધીને 8 કરોડ થઈ ગઈ છે. જ્યારે સબસ્ક્રિપ્શન પ્લાન લેનારા વેપારીઓનો આંકડો 1.57 કરોડ પર પહોંચી ગયો છે.

Paytm Q1 Results: જાણીતી ફિનટેક કંપની પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ દ્વારા જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. કંપનીના નફા, આવક અને પેમેન્ટ બિઝનેસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ કંપનીના બોર્ડ દ્વારા Paytm Money માં નવા રોકાણ અને IPO ના ફંડના ઉપયોગ અંગે પણ કેટલાક ખૂબ જ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

નફો અને આવકમાં જોરદાર ઉછાળો

જૂન ક્વાર્ટરમાં પેટીએમનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 79% ના મોટા ઉછાળા સાથે 220 કરોડ નોંધાયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીનો નફો 123 કરોડ હતો. અગાઉના માર્ચ ક્વાર્ટરની સરખામણીએ પણ કંપનીના નફામાં લગભગ 20% નો વધારો જોવા મળ્યો છે.

આવકની વાત કરીએ તો, કંપનીની આવક 28% વધીને 2,448 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે 1,918 કરોડ હતી. ક્વાર્ટર-ઓન-ક્વાર્ટર (QoQ) ના આધારે પણ આવકમાં 8% નો વધારો થયો છે.

UPI અને પેમેન્ટ બિઝનેસમાં તેજી

જૂન ક્વાર્ટરમાં પેટીએમનો મર્ચન્ટ GMV 31% વધીને 7.1 લાખ કરોડ થઈ ગયો છે. બીજી તરફ, UPI ગ્રોસ ટ્રાન્ઝેક્શન વેલ્યુમાં પણ 45% નો વધારો થયો છે અને તે 5.9 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. કંપનીનું કહેવું છે કે પેટીએમનો આ ગ્રોથ સમગ્ર ઈન્ડસ્ટ્રીના સરેરાશ 20% ગ્રોથ કરતા બમણા કરતા પણ વધુ છે.

કંપનીના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા પણ વધીને 8 કરોડ થઈ ગઈ છે. જ્યારે સબસ્ક્રિપ્શન પ્લાન લેનારા વેપારીઓનો આંકડો 1.57 કરોડ પર પહોંચી ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો