PC Jeweller Share Price: જ્વેલરી સેક્ટરની કંપની પીસી જ્વેલર લિમિટેડના શેરમાં 7 સપ્ટેમ્બરે પણ જોરદાર તેજી જોવા મળી હતી. સવારે ટ્રેડિંગ દરમિયાન શેરમાં લગભગ 15% સુધીનો ઉછાળો નોંધાયો હતો. બીએસઈ પર શેર ₹13.65ના હાઈ સુધી પહોંચ્યો હતો. આ સાથે શેર સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે આગળ વધ્યો છે.

