Share Market Updates: છેલ્લા એક મહિનાથી શેરબજારમાં રોકાણકારો નિરાશ છે. નિફ્ટી છેલ્લા એક મહિનામાં લગભગ 1000 પોઈન્ટ નીચે પટકાયો છે. 24,775 ની સપાટીથી ધીમે-ધીમે ઘટીને નિફ્ટી હવે 23,775 ના લેવલ પર આવી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે એક જ દિવસમાં ક્યારેય 0.57% થી વધુનો મોટો ઘટાડો નોંધાયો નથી, પરંતુ બજાર સતત નીચે જઈ રહ્યું છે. આ આખા મહિનામાં માત્ર 6 દિવસ જ નિફ્ટી પોઝિટિવ રહ્યો છે. નિફ્ટીમાં હવે ટ્રેન્ડલાઈન અને ટ્રાઈએંગલ બ્રેકડાઉન કન્ફર્મ થઈ ચૂક્યું છે.

