Get App

RBI MPC Meeting: સામાન્ય માણસને રાહત, સતત ત્રીજી વખત રેપો રેટ 5.25% પર યથાવત, જાણો GDP અંગેના નવા આંકડા

RBIની મોનેટરી પોલિસી કમિટીએ સતત ત્રીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ 5.25% પર સ્થિર છે. જાણો બેંક લોન, EMI અને દેશના GDP ગ્રોથ પર તેની શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Jun 05, 2026 પર 10:25 AM
RBI MPC Meeting: સામાન્ય માણસને રાહત, સતત ત્રીજી વખત રેપો રેટ 5.25% પર યથાવત, જાણો GDP અંગેના નવા આંકડાRBI MPC Meeting: સામાન્ય માણસને રાહત, સતત ત્રીજી વખત રેપો રેટ 5.25% પર યથાવત, જાણો GDP અંગેના નવા આંકડા
રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. રેપો રેટને સતત ત્રીજી વખત 5.25% પર જ યથાવત રાખવામાં આવ્યો છે.

RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની જૂન મહિનાની મહત્વની મીટિંગના પરિણામો જાહેર થઈ ગયા છે. આજે, 5 જૂનના રોજ મીટિંગ પૂર્ણ થયા બાદ બેંક લોન અને અર્થતંત્ર અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મોંઘવારી અને વૈશ્વિક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને RBI એ મહત્વનો નિર્ણય લીધો છે.

સતત ત્રીજી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર જાહેરાત કરી છે કે, રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. રેપો રેટને સતત ત્રીજી વખત 5.25% પર જ યથાવત રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત, કેન્દ્રીય બેંકે પોતાનું વલણ ન્યુટ્રલ રાખ્યું છે. નિષ્ણાતો પહેલેથી જ એવો અંદાજ લગાવી રહ્યા હતા કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે મોંઘવારી અને આર્થિક વિકાસ સામે જે પડકારો ઊભા થયા છે, તેને જોતા RBI વ્યાજ દરોમાં કોઈ વધારો કે ઘટાડો નહીં કરે.

રેપો રેટ એટલે શું?

સાદી ભાષામાં કહીએ તો, રેપો રેટ એવો વ્યાજ દર છે જેના પર સામાન્ય કોમર્શિયલ બેંકો રિઝર્વ બેંક પાસેથી લોન લે છે. આ લોન મેળવવા માટે બેંકો પોતાની સરકારી સિક્યોરિટીઝ RBI પાસે ગિરવે મૂકે છે. આ એક એવું મોનેટરી પોલિસી ટૂલ છે, જેની મદદથી RBI બજારમાં નાણાંની પ્રવાહિતા, મોંઘવારી અને દેશના આર્થિક વિકાસને કંટ્રોલ કરે છે.

FY26-27માટે GDP ગ્રોથના અંદાજમાં ઘટાડો

બધા સમાચાર

+ વધુુ વાંચો