Get App

Reliance Q1 Results: 17 જુલાઈએ આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ, Jio Financialના આંકડા પણ થશે જાહેર, જાણો વિગત

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 17 જુલાઈએ તેના Q1 પરિણામો જાહેર કરશે. આ સાથે જિયો ફાઇનાન્સિયલના રિઝલ્ટ અને જિયો પ્લેટફોર્મ્સના 37,700 કરોડના દેશના સૌથી મોટા IPO ની લેટેસ્ટ અપડેટ અહીં વાંચો.

MoneyControl Newsઅપડેટેડ Jul 12, 2026 પર 4:09 PM
Reliance Q1 Results: 17 જુલાઈએ આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ, Jio Financialના આંકડા પણ થશે જાહેર, જાણો વિગતReliance Q1 Results: 17 જુલાઈએ આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામ, Jio Financialના આંકડા પણ થશે જાહેર, જાણો વિગત
રિલાયન્સ પહેલા તેની ફાયનાન્સ કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ પોતાના જૂન ક્વાર્ટરના આંકડા 16 જુલાઈએ રજૂ કરશે.

Reliance Q1 Results: શેરબજારમાં રોકાણકારોની નજર આગામી સપ્તાહ પર ટકેલી છે, કારણ કે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તેના નાણાકીય પરિણામો જાહેર કરવા જઈ રહી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ 17 જુલાઈએ મળવાની છે. આ બેઠકમાં એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવશે અને મીટિંગ પૂરી થયા બાદ તરત જ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે.

કોના કોના આવશે આંકડા?

17 જુલાઈએ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જ નહીં, પરંતુ તેની પેટાકંપનીઓ જેવી કે રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના ત્રિમાસિક પરિણામો પણ જાહેર થશે. નોંધનીય છે કે, 17.71 લાખ કરોડ રૂપિયા (17,71,206.33 કરોડ રૂપિયા) ના માર્કેટ કેપ સાથે રિલાયન્સ અત્યારે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે.

ગયા ક્વાર્ટરમાં કેવું રહ્યું હતું કંપનીનું પ્રદર્શન?

અગાઉના જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આવકમાં વાર્ષિક ધોરણે 12.9 ટકાનો વધારો થયો હતો અને કુલ આવક 2,98,621 કરોડ રૂપિયા રહી હતી. જોકે, આ દરમિયાન કંપનીના ચોખ્ખા નફામાં 12.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને નફો 16,971 કરોડ રૂપિયા રહ્યો હતો.

Jio Financial Services ના પરિણામ 16 જુલાઈએ

રિલાયન્સ પહેલા તેની ફાયનાન્સ કંપની જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ પોતાના જૂન ક્વાર્ટરના આંકડા 16 જુલાઈએ રજૂ કરશે. અગાઉ જાન્યુઆરી-માર્ચ 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 14 ટકા ઘટીને 272 કરોડ રૂપિયા રહ્યો હતો, જે એક વર્ષ પહેલા 316 કરોડ રૂપિયા હતો. જોકે, કંપનીની આવકમાં 106 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો. માર્ચ 2025 માં 493 કરોડ રૂપિયાની આવક સામે માર્ચ 2026 માં આવક વધીને 1019 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.

બધા સમાચાર

+ વધુુ વાંચો