Get App

શેરબજારમાં રિલાયન્સનો દબદબો: ટોપ-10માંથી 4 કંપનીઓની વેલ્યુમાં 2.20 લાખ કરોડનો ઉછાળો, જાણો કોણ રહ્યું સૌથી વધુ ફાયદામાં?

Share Market News: ગયા અઠવાડિયે શેરબજારમાં તેજી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત 4 મોટી કંપનીઓના માર્કેટ કેપમાં 2.20 લાખ કરોડનો જંગી વધારો થયો છે. જાણો કઈ કંપનીએ સૌથી વધુ કમાણી કરી અને કોને નુકસાન થયું.

MoneyControl Newsઅપડેટેડ May 03, 2026 પર 12:44 PM
શેરબજારમાં રિલાયન્સનો દબદબો: ટોપ-10માંથી 4 કંપનીઓની વેલ્યુમાં 2.20 લાખ કરોડનો ઉછાળો, જાણો કોણ રહ્યું સૌથી વધુ ફાયદામાં?શેરબજારમાં રિલાયન્સનો દબદબો: ટોપ-10માંથી 4 કંપનીઓની વેલ્યુમાં 2.20 લાખ કરોડનો ઉછાળો, જાણો કોણ રહ્યું સૌથી વધુ ફાયદામાં?
Share Market News: ગયા અઠવાડિયે શેરબજારમાં તેજી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત 4 મોટી કંપનીઓના માર્કેટ કેપમાં 2.20 લાખ કરોડનો જંગી વધારો થયો

Share Market News: ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયે ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો માટે મિશ્ર સંકેતો જોવા મળ્યા હતા. સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 4 કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન (M-Cap) માં કુલ 2.20 લાખ કરોડનો વધારો થયો છે. આ તેજીમાં મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) સૌથી વધુ ફાયદામાં રહી છે.

ગયા અઠવાડિયે BSE નો બેન્ચમાર્ક સેન્સેક્સ 249.29 પોઈન્ટ અથવા 0.32 ટકા વધીને બંધ રહ્યો હતો. બજારમાં જોવા મળેલી આ હિલચાલ પાછળ મિશ્ર વૈશ્વિક સંકેતો અને કંપનીઓના ચોથા ક્વાર્ટર (Q4) ના પરિણામો જવાબદાર હતા.

રિલાયન્સની રફ્તાર: એકલા હાથે 1.39 લાખ કરોડની કમાણી

ટોપ-10 કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી વધુ વેલ્યુ ધરાવતી કંપની તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ગયા અઠવાડિયે કંપનીના માર્કેટ કેપમાં 1,39,655.8 કરોડનો જંગી વધારો થયો છે, જેનાથી તેની કુલ માર્કેટ વેલ્યુ 19,36,303.30 કરોડ પર પહોંચી ગઈ છે.

આ 4 કંપનીઓ રહી ફાયદામાં:

Reliance Industries: 1,39,655.8 કરોડનો વધારો (કુલ માર્કેટ કેપ: 19,36,303.30 કરોડ)

Bharti Airtel: 43,503.51 કરોડનો વધારો (કુલ માર્કેટ કેપ: 11,49,222.13 કરોડ)

બધા સમાચાર

+ વધુુ વાંચો