SEBI New Rule: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) આવતીકાલે, 1 ઓક્ટોબરના રોજ ડેરિવેટિવ્ઝ માર્કેટ માટે નવા નિયમો લાગુ કરી રહ્યું છે. આ નિયમ ઇન્ટ્રાડે ટ્રેડિંગમાં બિનજરૂરી જોખમ અને અતિશય અસ્થિરતાને રોકવા માટે લાગુ કરવામાં આવી રહ્યો છે. સેબીએ તેના પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે ઇક્વિટી ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં દરેક ટ્રેડિંગ એન્ટિટી માટે ઇન્ટ્રાડે પોઝિશન મર્યાદા હવે નક્કી કરવામાં આવી છે, જે બિનજરૂરી જોખમ અને બજારની અસ્થિરતાને અટકાવે છે. આ મર્યાદા આવતીકાલે, 1 ઓક્ટોબર, 2025 થી અમલમાં આવશે.