Get App

Market Outlook : શાનદાર વધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંધ, જાણો 4 ઓગસ્ટે કેવી રહેશે બજારની ચાલ

3 ઓગસ્ટે શેરબજારમાં ભારે ખરીદીથી સેન્સેક્સ 544 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 24700 ને પાર બંધ રહ્યો. જાણો 4 ઓગસ્ટ માટે એક્સપર્ટ્સનું નિફ્ટી અને બેન્ક નિફ્ટી અંગેનું લેટેસ્ટ આઉટલૂક.

MoneyControl Newsઅપડેટેડ Aug 03, 2026 પર 5:42 PM
Market Outlook : શાનદાર વધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંધ, જાણો 4 ઓગસ્ટે કેવી રહેશે બજારની ચાલMarket Outlook : શાનદાર વધારા સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંધ, જાણો 4 ઓગસ્ટે કેવી રહેશે બજારની ચાલ
સન ફાર્મા, અપોલો હોસ્પિટલ્સ, મારુતિ સુઝુકી, ONGC અને ટેક મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

Market Outlook : ભારતીય શેરબજારમાં 3 ઓગસ્ટે જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળ્યો. ફાર્મા અને મીડિયા સેક્ટરને બાદ કરતા લગભગ તમામ સેક્ટરમાં ભારે ખરીદી નીકળતા બજાર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યું છે. રોકાણકારોની સંપત્તિમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે.

સેન્સેક્સ અને નિફ્ટીના ફાઇનલ આંકડા

ટ્રેડિંગ સેશનના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 544.39 પોઈન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 78639.03 ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 390.70 પોઈન્ટ એટલે કે 1.60 ટકા ઉછળીને 24774.30 પર બંધ રહ્યો હતો.

બજારની પહોળાઈની વાત કરીએ તો, 2705 શેરોમાં તેજી જોવા મળી, 1496 શેરો ઘટ્યા અને 185 શેરોમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો.

ટોપ ગેનર્સ અને ટોપ લુઝર્સ શેરો

ટોપ ગેનર્સ

ઈન્ટરગ્લોબ એવિએશન, TCS, ઈન્ફોસિસ, શ્રીરામ ફાઈનાન્સ અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ઉછાળો રહ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો