નિષ્ણાતોના મતે બજારની આગળની ચાલ ગ્લોબલ ન્યૂઝ અને ટેકનિકલ લેવલ પર નિર્ભર રહેશે. જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સના વિનોદ નાયરનું માનવું છે કે, RBI દ્વારા GDP ગ્રોથનો અંદાજ વધારવો એ પોઝિટિવ સંકેત છે. જોકે, મિડલ ઈસ્ટમાં તણાવ વધવાથી ક્રૂડ ઓઇલ મોંઘુ થયું છે, જેણે બજારના શરૂઆતના ઉત્સાહને થોડો ઓછો કર્યો છે. આગામી તહેવારોની સિઝનને કારણે ઓટો અને રિયલ્ટી સેક્ટરમાં હજુ તેજી રહી શકે છે. SBI સિક્યોરિટીઝના સુદીપ શાહના મતે, નિફ્ટી માટે હાલમાં 24,720 થી 24,750 નો ઝોન મોટો અવરોધ છે. જો નિફ્ટી આ લેવલ પાર કરીને ટકી રહેશે, તો શોર્ટ ટર્મમાં તે 24,900 અને 25,050 સુધી જઈ શકે છે. નીચેની તરફ 24,500 થી 24,530 ની વચ્ચે સપોર્ટ રહેલો છે. ગ્લોબ કેપિટલના વિપિન કુમારે જણાવ્યું કે, 24,700 નો રેઝિસ્ટન્સ પાર થશે તો નિફ્ટી 24,850 સુધી પહોંચશે.