Get App

Closing Bell : સેન્સેક્સ 388 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24500ની નીચે સરક્યો, જાણો કયા સેક્ટરમાં થયો ફાયદો અને નુકસાન

ભારતીય શેરબજારમાં આજે મોટો ઘટાડો નોંધાયો છે. સેન્સેક્સ 388 પોઈન્ટ તૂટીને 78,154 પર અને નિફ્ટી 24500ની નીચે બંધ રહ્યો. જાણો કયા શેરમાં તેજી અને કયા સેક્ટરમાં મંદી રહી.

MoneyControl Newsઅપડેટેડ Aug 11, 2026 પર 3:54 PM
Closing Bell : સેન્સેક્સ 388 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24500ની નીચે સરક્યો, જાણો કયા સેક્ટરમાં થયો ફાયદો અને નુકસાનClosing Bell : સેન્સેક્સ 388 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24500ની નીચે સરક્યો, જાણો કયા સેક્ટરમાં થયો ફાયદો અને નુકસાન
ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એટરનલ, TCS, ટાઇટન કંપની અને ઇન્ફોસિસના શેરમાં સારી એવી તેજી જોવા મળી હતી.

Closing Bell : ભારતીય શેરબજાર માટે 11 ઓગસ્ટનો દિવસ નિરાશાજનક રહ્યો છે. બજારમાં આજે ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું, જેના કારણે શેરબજાર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયું છે. નિફ્ટી 24500 ની મહત્વની સપાટી તોડીને નીચે સરકી ગયો છે, જ્યારે સેન્સેક્સમાં પણ મોટો કડાકો બોલી ગયો છે. રિયલ્ટી અને મેટલ સેક્ટરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું, જ્યારે ફાર્મા સેક્ટરે બજારને થોડો સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીની શું રહી સ્થિતિ?

આજના કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 388.19 પોઈન્ટ એટલે કે 0.49 ટકાના ઘટાડા સાથે 78,154.25 ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી 112.10 પોઈન્ટ એટલે કે 0.46 ટકા તૂટીને 24,471.70 ના સ્તર પર બંધ થયો છે.

માર્કેટ બ્રેડ્થ

આજના ટ્રેડિંગ સેશનમાં બજારમાં નકારાત્મક માહોલ વધુ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ,,, લગભગ 1977 શેર્સમાં તેજી જોવા મળી હતી. 2152 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો અને રોકાણકારોને નુકસાન થયું હતું. જ્યારે 187 શેર્સના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો ન હતો.

નિફ્ટીના ટોપ લુઝર્સ અને ગેનર્સ

આજના બજારમાં અમુક કંપનીઓના શેરોમાં ધોવાણ થયું, તો અમુક દિગ્ગજ કંપનીઓએ રોકાણકારોને કમાણી કરાવી.

બધા સમાચાર

+ વધુુ વાંચો