Get App

આગામી 3 કલાક ભારે! ગુજરાત, યુપી, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં 60kmphની ઝડપે ત્રાટકશે વાવાઝોડું, IMDનું ઓરેન્જ એલર્ટ

દેશમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગે આગામી 3 કલાકમાં ગુજરાત, યુપી, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે પવન અને વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 11, 2026 પર 2:04 PM
આગામી 3 કલાક ભારે! ગુજરાત, યુપી, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં 60kmphની ઝડપે ત્રાટકશે વાવાઝોડું, IMDનું ઓરેન્જ એલર્ટઆગામી 3 કલાક ભારે! ગુજરાત, યુપી, રાજસ્થાન સહિત આ રાજ્યોમાં 60kmphની ઝડપે ત્રાટકશે વાવાઝોડું, IMDનું ઓરેન્જ એલર્ટ
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તરાખંડ સહિત દેશના મુખ્ય રાજ્યોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની આશંકા છે.

Weather News : દેશના અનેક ભાગોમાં ચોમાસાએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે એક ઈમરજન્સી 'નાઉકાસ્ટ વોર્નિંગ'જાહેર કરવામાં આવી છે. આ એલર્ટ મુજબ ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને ઉત્તરાખંડ સહિત દેશના મુખ્ય રાજ્યોમાં 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની આશંકા છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરીને લોકોને ખૂબ જ સાવચેત રહેવા સલાહ આપી છે.

ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં સ્થિતિ બગડશે

હવામાન વિભાગની તાત્કાલિક ચેતવણી મુજબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હી-NCR ને અડીને આવેલા વિસ્તારોમાં આગામી 3 કલાકમાં હવામાન ઝડપથી પલટાવાનું છે. યુપીના અમરોહા, બાગપત, બુલંદશહર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, હાપુડ, મેરઠ, મુઝફ્ફરનગર અને શામલીમાં 40 થી 60 kmph ની ઝડપે તોફાની પવન ફૂંકાશે. સાથે જ 5 થી 15 mm પ્રતિ કલાકના દરે મધ્યમ વરસાદ પડી શકે છે.હરિયાણાના અંબાલા, પંચકુલા અને યમુનાનગરમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. અહીં વિઝિબિલિટી ઘટવાની અને રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતા છે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ મસૂળધાર વરસાદની ચેતવણી

રાજસ્થાન અને મધ્ય પ્રદેશના મુખ્ય જિલ્લાઓમાં પણ વરસાદી વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના ભીલવાડા, બિકાનેર, ચિત્તોડગઢ, ચુરુ અને ઝુંઝુનુ જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન ભારે ગાજવીજ, આકાશી વીજળી પડવાની અને 60 kmph ની ઝડપે પવન ફૂંકાવાની પ્રબળ સંભાવના છે. મધ્યપ્રદેશના માળવા અને નિમાડ વિસ્તારમાં પણ હવામાનનો મિજાજ બગડ્યો છે. અલીરાજપુર, બડવાની, બુરહાનપુર, ધાર, હરદા, ઈન્દોર, ઝાબુઆ, ખંડવા, ખરગોન અને રતલામમાં તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને પહાડી રાજ્યોમાં એલર્ટ

પશ્ચિમ ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 40 થી 60 kmph ની ઝડપે પવન ફૂંકાવા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના મુંબઈ સબઅર્બન વિસ્તારમાં પણ બપોર સુધીમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. પહાડી વિસ્તારોના ઉત્તરાખંડના બાગેશ્વર અને ચમોલીમાં વાવાઝોડાનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશના હમીરપુર, કાંગડા, મંડી, શિમલા અને સિરમૌર તેમજ જમ્મુ-કાશ્મીરના ડોડા, જમ્મુ, કઠુઆ, કિશ્તવાડ, રિયાસી, સાંબા અને ઉધમપુરમાં આગામી 3 કલાક ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો