Get App

Share Market Crash: IT-Pharma શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, જાણો નિફ્ટી 23900 નીચે ગગડવાના 5 મુખ્ય કારણો

આજના શેરબજારમાં મોટો ઘટાડો. સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 23900 ની નીચે પહોંચ્યો. અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભડકા સહિત જાણો માર્કેટમાં કડાકા પાછળના 5 મોટા કારણો.

MoneyControl Newsઅપડેટેડ Jul 23, 2026 પર 9:56 AM
Share Market Crash: IT-Pharma શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, જાણો નિફ્ટી 23900 નીચે ગગડવાના 5 મુખ્ય કારણોShare Market Crash: IT-Pharma શેરોમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટ્યો, જાણો નિફ્ટી 23900 નીચે ગગડવાના 5 મુખ્ય કારણો
આજે સેન્સેક્સના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની સાપ્તાહિક એક્સપાયરી છે. એક્સપાયરીના દિવસે સામાન્ય રીતે બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળતો હોય છે, જેની અસર આજના ઘટાડામાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

Share Market Crash: સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટના ટેન્શન વચ્ચે આજે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી 50 બંને ધડામ દઈને નીચે પટકાયા છે. જોતજોતામાં સેન્સેક્સમાં 400 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી પણ લપસીને 23900 ના મહત્વના સ્તરની નીચે સરકી ગયો હતો.

બ્રોડર માર્કેટમાં પણ ભારે વેચવાલીનું દબાણ છે. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને IT અને ફાર્મા સેક્ટરમાં રોકાણકારો ધડાધડ શેર વેચી રહ્યા છે.

બજારની વર્તમાન સ્થિતિ શું છે?

સવારના 09:32 વાગ્યાના લેટેસ્ટ ડેટા મુજબ, સેન્સેક્સ 319.96 પોઈન્ટ (0.42%) ના ઘટાડા સાથે 76,435.09 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 83.55 પોઈન્ટ (0.35%) ઘટીને 23,912.70 પર આવી ગયો છે. આજના ઇન્ટ્રા-ડે ટ્રેડિંગની વાત કરીએ તો, શરૂઆતમાં સેન્સેક્સ 410.38 પોઈન્ટ તૂટીને નીચે 76,344.67 સુધી અને નિફ્ટી 120.05 પોઈન્ટ ઘટીને છેક 23,876.20 સુધી પહોંચી ગયો હતો.

શેરબજારમાં કડાકા માટે જવાબદાર 5 મુખ્ય કારણો

બજારમાં અચાનક આવેલી આ ગભરાટ ભરી વેચવાલી અને ઘટાડા પાછળ આ 5 મોટા પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે.

1. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભડકો

બધા સમાચાર

+ વધુુ વાંચો