Get App

Share Market : સેન્સેક્સમાં 785 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં 4.61 લાખ કરોડનો જંગી વધારો

શેરબજારમાં સતત બીજા દિવસે શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 785 પોઈન્ટ ઉછળતા રોકાણકારોની સંપત્તિમાં ગણતરીની મિનિટોમાં જ 4.61 લાખ કરોડનો વધારો થયો છે. જાણો બજારની લેટેસ્ટ સ્થિતિ.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2026 પર 9:51 AM
Share Market : સેન્સેક્સમાં 785 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં 4.61 લાખ કરોડનો જંગી વધારોShare Market : સેન્સેક્સમાં 785 પોઈન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં 4.61 લાખ કરોડનો જંગી વધારો
ગુરુવારે પણ બજારમાં સારો એવો સપોર્ટ જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવેલી જોરદાર ખરીદીના કારણે બજાર ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યું હતું.

Share Market Rise: ભારતીય શેરબજારમાં હાલ શાનદાર રોનક જોવા મળી રહી છે. સતત બીજા દિવસે બજારમાં તેજીનો માહોલ છવાયેલો રહ્યો છે. શુક્રવારે 10 જુલાઈના રોજ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીના પવને રોકાણકારોના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે, કારણ કે માર્કેટ ખુલ્યાની ગણતરીની મિનિટોમાં જ તેમની સંપત્તિમાં 4.61 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થઈ ગયો હતો.

સેન્સેક્સ અને નિફ્ટીએ લગાવી મોટી છલાંગ

શુક્રવારે સવારે શેરબજારની શરૂઆત ખૂબ જ મજબૂત રહી હતી. બીએસઈ સેન્સેક્સ લીલા નિશાનમાં 77,395.63 ના સ્તર પર ઓપન થયો હતો. થોડી જ વારમાં તે તેની પાછલી ક્લોઝિંગ સપાટીથી 785 પોઈન્ટથી વધુ ઉછળીને 77,526.85 ના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ શાનદાર શરૂઆત સાથે 24,124.70 ના સ્તર પર ખુલ્યો હતો અને જોતજોતામાં 225 પોઈન્ટથી વધુનો જમ્પ લગાવીને 24,187.90 ના હાઈ લેવલ પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

માત્ર મિનિટોમાં રોકાણકારો કમાયા 4.61 લાખ કરોડ

શેરબજારમાં આવેલી આ તેજીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આંકડાકીય માહિતી પર નજર કરીએ તો,,,એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 4,75,47,031.346 કરોડ રૂપિયા હતું. શુક્રવારે સવારે માર્કેટ ખુલ્યાની થોડી જ પળોમાં આ માર્કેટ કેપ વધીને 4,80,08,188.96 કરોડ રૂપિયા થઈ ગયું. આમ, બજાર ખુલતાની સાથે જ માર્કેટ કેપમાં 4,61,157.614 કરોડ રૂપિયાનો સીધો ઉછાળો નોંધાયો હતો, જે રોકાણકારોની સંપત્તિમાં થયેલો વધારો દર્શાવે છે.

એક દિવસ પહેલા કેવો રહ્યો હતો માર્કેટનો હાલ?

ગુરુવારે પણ બજારમાં સારો એવો સપોર્ટ જોવા મળ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા કરવામાં આવેલી જોરદાર ખરીદીના કારણે બજાર ગ્રીન ઝોનમાં બંધ થવામાં સફળ રહ્યું હતું.

બધા સમાચાર

+ વધુુ વાંચો