Sensex-Nifty closes green: અઠવાડિયાના પ્રથમ કારોબારી દિવસે જ ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો છે. સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) બંને ઈન્ડેક્સ લગભગ 1%ના શાનદાર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. ખાસ કરીને રિયલ્ટી સેક્ટરના દમદાર પ્રદર્શનને કારણે બજારમાં એવી તેજી આવી કે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 9 લાખ કરોડથી વધુનો સીધો વધારો નોંધાયો છે.

